________________
સુરસુંદરી ચરિત્ર પૂર્વક અતિ લાંબે નિઃશ્વાસ મૂકી હદયમાંથી દુ:ખ ગર્ભિત અશ્રુજલ વર્ષાવતે તે દિવ્ય પુરૂષ બેલ્યો,
ભાઈ! આ સંસારમાં રાગથી વિમોહિત થયેલા અને વિના વિચારે કાર્યમાં પ્રવૃત્ત થનારા જીવોને આપત્તિઓ બહુ સુલભ હોય છે.
હે ભદ્ર! વળી સંસાર સાગરમાં પરિભ્રમણ કરતા અને ઈદ્રિય વર્ગને સ્વાધીન થયેલા જીવોને દુઃખ સંબંધી પ્રશ્ન જ કરે નહીં.
તેમજ પૂર્વે કરેલા કર્મના દોષથી પ્રાણિઓને સર્વ દુઃખ આવી પડે છે. અપરાધ અને ગુણેમાં અન્ય તે નિમિત્ત માત્ર ગણાય છે.
વસ્તુતઃ મનુષ્ય માત્રને સુખ કે દુઃખ આપવા અન્ય કઈ શક્તિમાન નથી, પરંતુ પૂર્વે કરેલું કર્મ જ સર્વને સુખ દુખ આપવામાં સમર્થ થાય છે.
- ત્યાર બાદ મેં કહ્યું કે, હે ભદ્ર! એ વાત સત્ય છે, એમાં કંઈપણ સંદેહ નથી. પરંતુ એ વાતમાં વિશેષ કારણ જાણવાની મારી ઈચ્છા છે.
તે સાંભળી દિવ્ય પુરૂષ છે . હે સુંદર ! જે તારો આ પ્રમાણે ચોક્કસ આગ્રહ હોય તો હું કહું છું, તે તું એકાગ મન કરી શ્રવણ કર. વૈતાઢય પર્વત વર્ણન
ભરત ક્ષેત્રમાં વિખ્યાતિને ધારણ કરતે, વિલાધરોના