________________
(૮૩
સુરસુંદરી ચરિત્ર સમૂહ જ્યાં નિરંતર વાસ કરે છે, તેમજ દિશાઓમાં કાંતિને પ્રસારતે અને ઉન્નત આકાશને સ્પર્શ કરતો જાણે રૂપાને ઢગલે હેય ને શું ? તેમ દેખાવ આપતે.
ઝરઝર ઝરતા ઝરણાઓના હુંકારોના પ્રચંડ શબ્દો વડે દિગંતને બધિર કરતે, તેમજ પુષ્પરસમાં લંપટ બનેલા ભમરાઓના સમૂહ વડે વનભૂમિને શોભાવતે, તેમજ દરેક દિશાઓમાં વહેતી એવી નદીઓના ઉછળતા જલના શબ્દો જેની અંદર હંમેશાં શ્રવણ ગોચર થયા કરે છે, તેમજ
દરેક સ્થળે વિદ્યાધરોના મોટાં નગરની પંક્તિઓ શિભી રહી છે, વળી જેના એકાંત ભાગોમાં વિદ્યા સાધવા માટે અનેક વિદ્યારે સાવધાન થઈ ધ્યાન ધરે છે,
તેમજ ઉત્તમ સિદ્ધાલય વડે જેનાં શિખરો દીપી રહ્યાં છે, વળી તે દરેક સિદ્ધાલયમાં શ્રીજિનેન્દ્ર ભગવાનની ભવ્ય આકૃતિમય મૂર્તિઓ સ્થાપના કરેલી છે.
વળી તે મૂત્તિઓના પૂજન માટે અનેક પ્રકારના દેવોના મંડલો ત્યાં આવ્યા કરે છે, તેથી જેની અંદર દરેક વનમાં (કેળા) ના મંડપો સ્વભાવિક રહેલા છે, તેઓની સ્વચ્છ અને સુગંધિત હવામાં હંમેશાં મધ્યાહ્ન સમયે પોતાની સ્ત્રીઓ સાથે વિદ્યાધરો નિવાસ કરે છે અને બહુ પ્રકારનાં સંગીત ચલાવે છે,
તેમજ દરેક સ્થાનમાં ચારણ મુનિઓ પિતાની મધુર વાણી વડે ધર્મદેશના પ્રારંભીને સેંકડો પ્રાણીઓને