________________
સુરસુંદરી ચરિત્ર
૭૯ આવી ભારે આપત્તિને શા માટે પામ્યા? હા આર્યપુત્ર! હાલમાં તમારા વિરહને લીધે નક્કી હવે હું જીવવાની નથી.
ત્યાર પછી તરતજ કઈક દુષ્ટ હક્કારવ કરી અતિ નિષ્ફર વચન બોલ્યા, હે પ્રમદે! હવે તું મારા સ્વાધીન થઈ છે. આ સમયે તારો નિવારક કેણ થાય તેમ છે?
તે સાંભળી મારા હૃદયમાં કૌતુક થયું અને બે ત્રણ ડગલાં આગળ હું ચાલ્યો. તેટલામાં એક વન નિકુંજમાં અદશ્યમાન કેઈક પુરૂષને મહા દુઃખને સૂચવનાર મંદ મંદ વેદનાને શબ્દ મારા સાંભળવામાં આવ્યા. દિવ્ય પુરૂષ
તેથી અમને વધારે આશ્ચર્ય લાગ્યું, પછી હું તેની શિધમાં તે તરફ ચાલ્યો. આગળ જતાં શાખા અને પ્રશાખાઓ વડે બહુ વિસ્તારવાળે, સરળ અને ઘણે ઉંચા એક શાલ્મલી વૃક્ષ મારા જોવામાં આવ્યા.
તેની નીચે દર્શન માત્ર વડે અત્યંત ભયને ઉત્પન્ન કરતા, અગ્નિ સમાન નેત્રોની કાંતિને ધારણ કરતા, શ્યામ -શરીરથી ઉત્પન્ન થયેલી અતિશય કાંતિ વડે આકાશને પૂર્ણ કરતા, નિર્મળ મણિઓની ઉછળતી કાંતિને લીધે પ્રકાશિત મુખવાળા,
બહુ રેષને લીધે પ્રસારેલી વિશાળ ફણાઓ વડે ઘર ભયંકર સ્વરૂપવાળા, અત્યંત લાંબી અને ચંચળ સહસ્ત્ર જહુવાઓના સંચાર વડે ફસહ ભીતિને પ્રગટ