________________
૭૭.
સુરસુંદરી ચરિત્ર તરફ વાઘ એ ન્યાય આવી પડે છે. એટલા જ માટે સપુરૂષો સજજનેના સમાગમને ઈચ્છતા નથી. કારણ કે, વિયેગરૂપી દુઃખથી પીડાયેલા હૃદયની શુદ્ધિ માટે અન્ય. કેઈ ઔષધ મળતું નથી.
જો કે આવું વચન બેલતાં મારી જીભ ઉપડી. શકતી નથી. તે પણ કહેવું પડે છે કે, આપ રજા આપો તે અમે હવે અમારા દેશમાં જઈએ.
તે સાંભળી ક્ષણમાત્ર કંઈક વિચાર કરી માટે નિઃશ્વાસ મૂકી સુપ્રતિષ્ઠ રાજા શોકાતુર થઈ બેલ્યો કે, અમારા સરખાને ત્યાં આપ સરખા સજજને પધાર્યા છતાં આવા સ્થાનમાં અમે આવી પડયા છીએ તે આપને સત્કાર અમે શું કરી શકીએ?
તો પણ મારે આપને એટલું કહેવાનું છે કે, મારી પ્રાર્થનાને આપ ભંગ કરશો નહીં. કારણ કે, સપુરૂષો. પર પ્રાર્થના સ્વીકારવામાં હંમેશાં પ્રીતિવાળા હોય છે. દિવ્ય મણિ
ત્યારપછી ચારે તરફ પ્રસસ્તા શુદ્ધ કિરણેના સમૂહ. વડે દશ દિશાઓના પ્રદેશ જેણે દીપાવ્યા છે એવા અનેક ગુણેના સ્થાનભૂત એક અમૂલ્ય મણિ લાવી તેણે ધનદેવની પાસે મૂકો.
અનેક લક્ષણથી સૂચિત એવા તે નિર્મળ મણિ રત્નને જોઈ વિકસ્વર થયાં છે કે જેનાં એવો તે ધનદેવ બોલ્યા કે,