________________
- ૭૬
સુરસુંદરી ચરિત્ર
વળી ! હું કુમાર ! તુજ મહાત્મા છે. શાંતિના ખરા લાભ તે' જ મેળવ્યેા છે. આ દુનિયામાં ખરા વિવેકી પણ તું જ ગણાય અને તારા જ લીધે આ પૃથ્વી વિભૂષિત ગણાય છે.
*
કારણ કે સામર્થ્ય છતાં પણ પેાતાના પિતાએ કરેલા અપમાનને સહન કરી પેાતાના સદાચારમાં રહી કઇ પણ વિપરીત કાય નહીં કરતાં તેં દેશ ત્યાગ કર્યાં, વિગેરે નવીનવી વાર્તાઓમાં આસક્ત થયેલા તેએ બંનેના પરસ્પર સ્નેહભાવ બહુ વધી ગયો અને ક્ષણની માફક તેમના સમાગમમાં સાત દિવસ ચાલ્યા ગયા.
તેટલામાં સસાના વિચાર થયો કે, હવે આપણે બહુ દિવસ થયા માટે દેશમાં જવુ* જોઇએ. સ્વદેશ પ્રયાણ.
એ વિચાર ધનદેવના સાંભળવામાં આવ્યો અને ધનદેવ પણ સમજ્ગ્યા કે ઘણા દિવસ થયા અને પેાતાનુ કામ પણ પૂર્ણ થયું, એટલે દેશમાં જવાને સર્વ લેાકા ઉત્સુક થાય એ સ્વાભાવિક છે, એમ વિચાર કરી ધનદેવ સુપ્રતિષ્ઠને પ્રયાણ માટે પૂછવા લાગ્યા,
હૈ મહાશય ! તમારી વિયેાગ અમારા હૃદયમાં શલ્યની માફક બહુ દુઃસહુ છે. પરંતુ આ સાના લોકો દેશમાં જવા બહુ ઉત્કંઠિત થયા છે.
હું કુમાર! મારે હવે એક તરફ્ ની અને ખીજી