________________
સુરસુંદરી ચરિત્ર
પુરૂષોને સાથે લઈ અન્યની સેવા કર્યા સિવાય કોઇ પણ નજીકના દેશમાં જઈ હું નિવાસ કરૂં.
૭૪
વળી જ્યાં સુધી આ પિતા જીવે ત્યાં સુધી આ વિચાર ઠીક છે. એમના મરણ પછી જેમ ચેાગ્ય લાગશે. તેમ કરવાને હું સ્વતંત્ર છું. હાલમાં તે સંબધી ચિંતા કરવાની કંઇ પણ જરૂર નથી.
સિહગુહા પલ્લી,
એમ હૃદય સાથે નિશ્ચય કરી કેટલાક પરિજનને સાથે લઇ સામત, મંત્રી, નગરના મુખ્ય નાયકા અને રાજા વિગેરે કાઈ ન જાણે તેવી રીતે નગરમાંથી હું બહાર નીકળ્યા.
ત્યાર બાદ અનુક્રમે સિંહગુહાનામે આ પલ્લીમાં હું આવી પહોંચ્યા, રહેવાને લાયક એવા આ પ્રદેશ જોઈ અહીયાં જ મેં નિવાસ કર્યાં.
પછી જેમ જેમ મારી પ્રસિદ્ધિ થતી ગઈ, તેમ. તેમ કેટલાક ભિલેા મને મળતા ગયા. એમ કરતાં કેટલેાક સમય વ્યતીત થયા, એટલે મારી પાસે અનેક ભિલેાની વસ્તી જામી ગઈ;
પરંતુ તેમનું કામ તા ઘણુ જ નિય છે. જેને તેને લુંટવાના જ તેઓ ધંધા કરે છે. છતાં તે લેાકે મારા તાખામાં વસવા લાગ્યા. આ સઘળા પરિવારને લઈ હાલમાં હું અહી પલ્લીપતિ થયે '.