________________
સુરસુંદરી ચરિત્ર
આવુ. પાપ કર્યું નથી. તે અસાર એવા રાજ્યને માટે હુ' અકૃત્ય કેવી રીતે કરૂ' !
૭૩
અહા ! સ્ત્રીના વચન વડે ક્રોધાંધ બની આ પિતા અન્યાય કરે છે, તે તે સુખેથી કરે. પરંતુ હુ. વિવેકી થઈ મારે આ અકૃત્ય કરવું યેાગ્ય નથી. વળી દુઃસહ એવું પિતાનું અપમાન કરવું તે શુ` હાલમાં મને ઉચિત ગણાય ? તેમજ વળી મારે આત્મવધ કરવા તે પણ ચેગ્ય નથી. કારણ કે,
જે પુરૂષ જીવતા હાય છે, તે સંકડા શુભ કાર્ય ના ભાકતા થાય છે. વળી આત્મઘાત કરે છે, તે મહાપાપી ગણાય છે. માટે એવા અધર્મના વિચારામાં પડવુ ચિત નથી.
પરંતુ દેશને ત્યાગ કરી વિદેશ જવું, એજ સારામાં સારા ઉપાય છે. માટે દેશાંતર જઈ કેાઈ રાજાની સેવા કરવી, તે ઠીક છે, અરે ! તે કાર્ય પણ મને ઉચિત નથી. કારણ કે, લેાકમાં સેવા એ મેઢું અપમાન ગણાય છે.
સુગ્રીવરાજાનો પુત્ર યુવરાજ થઇ માટી સમૃદ્ધિ ભાગવતા હતા, તે હાલમાં વળી દાસની માફક પેાતાના ભૃત્યાની સેવા કરવા કેમ રહ્યો છે ? વિગેરે વિવેચન કરવામાં કટિબદ્ધ થયેલા લેાકેાની દૃષ્ટિગેાચર અપવાદને સહન કરતા હું. શત્રુઓના ગૃહાની અંદર કેવી રીતે પરિભ્રમણ કરીશ ? માટે એમ નહિ કરતાં કેટલાક પેાતાના