________________
સુરસુંદરી ચરિત્ર
૭૨ કિરાતવંશમાં આપ જમ્યા હતા તે શું છેટું ? છતાં ઠીક છે, હવે આ અવસર આપને ચેતવાને છે જેથી સુપ્રતિષ્ઠ પ્રતાપમાં બહુ પરાક્રમી છે. માટે તમે વેળાસર યુક્તિપૂર્વક એને પકડીને કારાગૃહ અથવા કાષ્ટાગૃહને સ્વાધીન કરો.
પછી મારા પુત્ર સુરથને યત્નપૂર્વક યુવરાજ પદે સ્થાપન કરો અને મારી સાથે આ૫ આનંદ માનતા નિઃશંક થઈ સુખેથી રાજ્યપાલન કરે.
આ પ્રમાણે કનકાવતી રાણીનું વચન સાંભળી રાજા કંઈપણ પ્રત્યુત્તર આપ્યા સિવાય પોતાના સ્થાનમાં ગયો.
હે ધનદેવ ! રાજા અને રાણીનું આ સર્વ વૃત્તાંત ગુપ્ત રીતે ત્યાં રહેલી સુભવિકા નામની એક દાસીએ સાંભળ્યું; અને તરત જ તેણીએ મારી પાસે આવી તે સર્વ હકીકત મને સવિસ્તર કહી સંભળાવી.
તે સાંભળી મારા હૃદયમાં એવો સંક૯૫ થયો કે, દેવીના કહેવાથી મારા પિતા શું આ પ્રમાણે કરશે? અથવા સ્ત્રીઓને સ્વાધીન થયેલા પુરુષો પૂર્વના સ્નેહને ગણતા નથી.
તેમજ નીતિ, કાપવાદ અને ભાવી આપત્તીઓને પણ ગણતા નથી. માટે જ્યાં સુધી દેવીના કહેવાથી મારા પિતા કંઈ પણ અનર્થ ન કરે, તે પહેલાં તેમને સ્વર્ગસ્થ કરી હું પોતે જ રાજ્યને સ્વાધીન કરૂં..