________________
૬૯
સુરસુંદરી ચરિત્ર તે રાજા પોતાના પરિજનને કહેવા લાગ્યા કે, મેટા ઉત્સવ વડે નગરમાં કન્યાને પ્રવેશ કરાવો. ત્યારબાદ રાજાની આજ્ઞા પ્રમાણે પરિજનોએ દરેક કાર્ય સિદ્ધ કર્યા. પછી રાજાએ પણ ઉત્તમ મુહૂર્તમાં કનકવતી સાથે લગ્ન કર્યું. રાજાનો પ્રેમ
કેટલાક સમય વ્યતીત થયા બાદ કનકવતી રાણું રાજાને બહુ જ પ્રિય થઈ પડી. ત્યારબાદ રાજાએ તેને મારી માતાના સ્થાને પટ્ટરાણી તરીકે સ્થાપના કરી.
મનુષ્ય માત્રને પ્રાયે એવો સ્વભાવ હોય છે કે, દેશકાલના અંતરને લીધે બહુ સ્નેહીને પણ વિસરી જાય છે. કારણ કે પ્રેમ એ વેલડી સમાન લેખાય છે. વેલડી જેમ પાસેના વૃક્ષને વીંટાઈ વળે છે, તેમ પ્રેમ પણ નિકટ રહેલા મનુષ્ય ઉપર વૃદ્ધિ પામે છે.
હવે કનકવતી ઉપર આસક્ત થયેલા એવા મારા પિતા અવરોધની અન્ય સ્ત્રીઓ ઉપર દષ્ટિમાત્ર પણ કરતા નથી. એમ કરતાં તેમના કેટલાક દિવસો વ્યતીત થયા. સુરથકુમાર
ત્યારબાદ કેઈ એક દિવસ કનકવતીને એક પુત્ર ઉત્પન્ન થયે. સુરથ તેનું નામ પાડયું.
અનુક્રમે તે બાળક કુમાર અવસ્થાને અનુસરવા લાગ્યો. પછી એક દિવસ કનકવતી અને રાજા એકાંતમાં બેઠાં હતાં, ત્યાં પ્રસંગ ભાઈ કનકવતી બોલી.