________________
સુરસુંદરી ચરિત્ર
૬૭
આ પ્રમાણે પિતાનું વાકય સાંભળી તે ખાલાના હૃદયમાં લજજા આવી. જેથી તે નીચુ· મુખ કરી મૌનમુખે બેસી રહી. ત્યારબાદ રાજાએ ફરીથી તે વાત પૂછી. પરંતુ કંઇપણ તેણીએ પ્રત્યુત્તર આપ્યા નહીં.
પછી રાજાએ વિચાર કર્યાં કે, આ બિચારી બહુ લજજાળુ છે. એટલા જ માટે હું તાત ! અમુક રાજા મને પ્રિય છે એમ તે ખુલ્લી રીતે કહી શકતી નથી. બેશક વિનીત ખાળકાને આવી મર્યાદા હાવી જ જોઈ એ.
ઠીક છે, આ બાબતમાં મારે પેાતાને જ વિચાર કરવાના છે. જો કે જેવા તેવા વર તેા ઇંટાળાના જેવા ઘણાયે રખડે છે.
પરંતુ એણીને લાયક ઉત્તમ ગુણ્ણા, વિજ્ઞાન, રૂપ અને કલા વિગેરે સપત્તિથી સુશાભિત, સારા કુલમાં જન્મેલા, તેમજ વિજયાદિક રાજનીતિમાં કુશળ એવા શ્રેષ્ટ વર શેાધી કાઢવા એ મારી ફરજ છે.
કુલ, શીલ, સ્વામિગુણ, વિદ્યા, ધન શારીરિક સપત્તિ અને વય એ સાત ગુણે વરની અંદર જોવા જોઇએ, પછી કન્યાનું ભાગ્ય હેાય તેમ થાય,
ત્યારબાદ ક્ષણમાત્ર મૌન રહી રાજા વિચાર કરી આલ્યા, હે પુત્રી ! તારા રૂપને અનુસંરતા તારા પતિ
હાલમાં મે' શેાધી કાઢયા છે.
જેની સિદ્ધપુર નગરમાં રાજધાની છે, વળી જેનુ નામ સુગ્રીવ રાજા છે, તે મારા પરમ મિત્ર છે, તેની