________________
}}
સુરસુંદરી ચરિત્ર
કર. તેણે પણ પેાતાનું વૃત્તાંત કહેવાના પ્રારંભ કર્યાં. કીતિધમ રાજા.
ચ'પાનગરીમાં, દિગંત વ્યાપી છે નિમ`લ કીર્ત્તિ જેની એવા કીતિધમ નામે સુપ્રસિદ્ધ રાજા છે, તે આપણા પણ જાણવામાં છે.
અદ્ભુત એવા સ્વરૂપવડે સુરેન્દ્રની સુંદરીઓના રૂપના પરાજય કરતી, સમસ્ત સ્રીઓમાં મુખ્ય સ્થાને રહેતી અને લેાકમાં સુપ્રસિદ્ધ એવી કીતિમતી નામે તેની પત્ની છે.
નવતી કન્યા.
વળી રૂપ, સૌભાગ્ય તેમજ વિજ્ઞાનના ગૌરવ વડે સ'પૂર્ણ અને સૌભાગ્યમાં નાગકન્યા સમાન નવતી નામે તેણીને એક પુત્રી છે,
અનુક્રમે તે નવીન ચૌવનમાં આવી, એટલે તેની માતાએ તેને ઉત્તમ આભૂષણ પહેરાવી ઇવરની સિદ્ધિ માટે રાજાની પાસે માકલી.
નવતી જ્યારે પેાતાના પિતાની પાસે આવી પ્રણામ કરી ઉભી રહી, ત્યારે રાજાએ પ્રેમપૂર્વક તેને પેાતાના ખેાળામાં બેસાડી સ્નેહથી આલિંગન કરી પૂછ્યું
હે પુત્રી ! સામંત મહાંત કામમાં વરવા માટે જે તારા હૃદયને ઈષ્ટ હાય, તે તું મને કહે. જેથી સાથે તારૂ લગ્ન કરીએ, અન્યનુ' આપણે કઈ પ્રયાજન નથી.