________________
સુરસુંદરી ચરિત્ર
કલાલ્યાસ.
ત્યારબાદ કેટલોક સમય જતાં હું આઠ વર્ષને થયો. મારી ઉપર બહુ સ્નેહ હોવાથી પિતાએ મને કલાચાર્યની પાસે ભણવા મૂક્યો. હું પણ બુદ્ધિ અનુસાર સર્વ કલાઓને અભ્યાસ કરવા લાગ્યો. અનુક્રમે સર્વ કલાઓમાં નિપુણ થયા બાદ પુખ્ત ઉંમરને જાણ મને મારા પિતાશ્રીએ એક હજાર ગામનું સ્વામિત્વ આપ્યું. તેમજ મને જોઈ મારા પિતા બહુ આનંદ માનવા લાગ્યા, જેથી દેવીને વિરહ પણ ભૂલી ગયા. મહાંતનું આગમન.
કઈ એક દિવસ મારા પિતાશ્રી કચેરીમાં બેઠા હતા, તે સમયે સુભગ નામે દ્વારપાલ એકદમ ત્યાં આવી પ્રણામપૂર્વક કહેવા લાગ્યો
હે સ્વામિન્ ! ચંપાપુરીથી કીતિધર્મ રાજાને મહાંત આપના દર્શન માટે આવીને દ્વારભૂમિમાં ઉભે રહ્યો છે. તરત જ ભૂપતિએ આજ્ઞા કરી કે, તેને જલદી પ્રવેશ કરાવો !
એમ રાજાની આજ્ઞા થતાં પ્રતિહારીએ જલદી પ્રવેશ કરાવ્યું. રાજાની આગળ આવી તે મહાતે પ્રણામ કર્યો, અને ઉચિત આસન ઉપર બેસી ગયો.
ત્યારબાદ રાજાએ તાંબૂલ આપી તેને પૂછયું કે, તારે અહીં આવવાનું શું કારણ? તે તું જલદી નિવેદન