________________
સુરસુંદરી ચરિત્ર એમ કમલા દેવીની આગળ રાજા કહે છે, તેટલામાં વસુદત્ત નામે કંચુકી એકદમ ત્યાં આવી પ્રણામ કરી ઉ. રહી કહેવા લાગ્યા
હે સ્વામિન ! આપે જે દામોદર નામે દૂત પ્રથમ ચંપાનગરીમાં શ્રી કીર્તિવમ રાજાની પાસે મોકલ્યો હૌં, તે હાલમાં અહીં આવ્યો છે અને તે આપના ચરણકમલના દર્શનરૂપી સુખની ઈચ્છાથી દ્વારમાં ઉભે છે. હવે જેવી આપની આજ્ઞા !
તે સાંભળી દષ્ટિ માત્રથી રાણીની સંમતિ લઈ રાજા ત્યાંથી એકદમ ઉભે થયો. વિધુતપાત,
ત્યારબાદ રાજા સભાસ્થાનની નજીકમાં આવે છેતેટલામાં પ્રથમ વીજળીને ચમકાર થયો કે, “તરત જ ચડ ચડ પ્રચંડ મહાત્ શબ્દ થયે.
જેના શ્રવણથી સ્ત્રી પુરૂષના સમુદાય એકદમ ભયભીત થઈ ગયા, અને તે જ વખતે રાણીના મહેલની અંદર હાહાકારપૂર્વક મહાન્ કેલાહલ ઉત્પન્ન થયો,
તે સાંભળી રાજા એકદમ તે તરફ પાછો વળ્યો, તેવામાં ઘર ઘર શબ્દથી રૂદન કરતી દેવીની ધાવ માતા રૂદ્ધ કઠે લાગી કે,
હે નરેદ્ર! મારૂં તે સર્વસ્વ ગયું, હું લુંટાણુ વીજળી પડવાથી દેવી બળી ગઈ. મરણવશ થયેલી દેવીને પૃથ્વી પર પડેલી જોઈ હા! હા! હું હણ, એમ આકંદ કરતરાજ મૂછવશ થઈ ગયા.