________________
૬૨
સુરસુંદરી ચરિત્ર લાગે, હે નરપતિ! હવે રૂદન કરવાથી શું વળે? મરેલાં
મુડદાં સજીવન થાય ખરાં ! તૂટીની બુટ્ટી હેય જ નહીં, - હવે દેવીની દહનક્રિયા કરવી તેજ ઉચિત છે.
તે સાંભળી રાજા બોલ્યા, હે મંત્રી ! બહારની આ ભૂમિએ ચંદનનાં કાષ્ઠ મોકલે, જેથી હું પણ દેવીની સાથેજ અગ્નિમાં પ્રવેશ કરીશ.
મંત્રી બે, હે નરેશ્વર ! કાયર પુરૂષેએ આચરેલે આ મરણને અધ્યવસાય આપને શું ઉચિત છે ?
ધીર ! ધર્યને ધારણ કરો, આવી રીતે આપને ગભરાવાનું કામ નથી.
વળી હે નરેંદ્ર! આપ જે મરણ સુભટને શરણ થાઓ, તે આ સમગ્ર દેશ પણ શત્રુઓના હાથમાં જઈ પડે, તેમજ આ આપને સુપ્રતિષ્ઠ કુમાર પણ હજુ બાલક છે.
વળી આપની હયાતીમાં દેવ, બ્રાહ્મણ અને તપસ્વિએ તેમજ પ્રાકૃતજનેની સર્વ ધર્મ ક્રિયાઓ અખલિતપણે સિદ્ધ થાય છે. એ આપણા રાજ્યમાં સ્વતઃ સિદ્ધ છે.
આ નશ્વર સંસારની સ્થિતિ કેવી છે? તે આપ સારી રીતે જાણે છે; છતાં આપ જેવા ઉત્તમ પુરૂષોને માત્ર - સ્ત્રી માટે આવું અયોગ્ય આચરણ કરવું, તે સર્વથા અનુચિત ગણાય.
વળી ઉપક્રમ એટલે આયુષ્યમાં વિદ્ધભૂત કારણ તેનાથી રહિત નિરૂપક્રમ શરીરધારી છતાં પણ તીર્થકર - ભગવાન આદિનાથનું જે કે મરણ થયું, તે અન્ય - મનુષ્યોની શી ગણના?