________________
સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ મૂછને લીધે ભૂમિ ઉપર પડેલા ચેષ્ટારહિત - રાજાને જોઈ સર્વ પરિવાર એકઠો થઈ ત્યાં આકંદ કરવા * લાગે. જેથી મહાન કલાહલ થઈ રહ્યા.
તેમાં કેટલાક ત્યાં રહેલા બુદ્ધિશાળી લોકો શીતલાદિક ઉપચાર કરવા મંડી ગયા. તેથી ક્ષણમાત્રમાં રાજાની મૂછ ઉતરી ગઈ નૃપવિલાપ.
ત્યાર પછી તે રાજા વિલાપ કરવા લાગ્યો. કે, હા! વલ્લભે ! હા ! સ્વામીની! હા! જીવિતદાયિની ! હા ! વિશાલ નેત્રવાળી ! હા ! મારા હૃદયમાં વાસ કરી રહેલી ! - અરે ! મને છોડીને એકદમ કેમ તું ચાલી ગઈ !
હા! ગૌરદહી ! હા! વિશાલ પઘરે! હા ! સુકેમલ શરીરવાળી ! હવે કંઈ મારા દુઃખને પાર રહ્યો નહીં. - અરે ! તારી ઉપર શા માટે વિજળી પડી!
હે દેવી! કપૂર, કેસર અને ચંદનથી ચર્ચવા લાયક આ તારા સુકોમલ શરીર ઉપર અકસ્માત દુષ્ટ દેવે જે જે વિદ્યુત્પાત કર્યો, તે મારા અપુણ્યને જ પરિણામ છે.
હા ! દેવી! નર નારીઓથી ખીચખીચ ભરેલું આ નગર તારા વિના ઉજજડ નગર સમાન અથવા જંગલ - સમાન મને ભાસે છે.
વળી દેવી ! પ્રથમ તું મને કહેતી હતી કે, હે --સ્વામિન્ ! તમારા વિના ક્ષણમાત્ર હું રહી શકું નહીં, તે