________________
સુરસુંદરી ચરિત્ર ઠંડીમાં થરથર ધ્રુજે છે, એમ પિતાની સ્ત્રી વડે વારંવાર અત્યંત પ્રેરણા કરાતે રંક દશાને પામેલ અને જેના શરીર પર વસ્ત્ર તે છે જ નહીં.
નિરાવરણ અંગ ઉપર જલધારાઓ પડયા કરે છે, જેનાં સઘળાં રૂવાટાં ચઢી ગયાં છે અને ઠંડા પવનને લીધે સર્વ ગાત્રે સંકુચિત થઈ ગયાં છે, એ આ દરિદ્ર પુરૂષ મહાદુખ વડે વિખરાતી ઝુપડીને સમી કરે છે.
વળી નમી ગયા છે કાન જેના અને મુશળધારાએ વરસતા મેઘની ધારાઓથી પીડાતો આ બિચારો ગધેડે નિરાધાર ભાગી ગયેલા દેવાલયના ખુણામાં કે લપાઈ ગયે છે ? તે તરફ લગાર તું દષ્ટિ કર !
હે સુંદરી ! શૂન્યગૃહની અંદર ચુલામાં ખરખર શબ્દથી ખાડો ખોદતે અને ઠંડીને લીધે તરફડતો આ કુતરો બીચારો કેવી હાલતમાં આવી પડે છે ? તે તરફ લક્ષ આપ.
તેમજ મેઘની સેંકડે ધારાઓ વડે પીડાતા વૃદ્ધ બળદને તું જે! જેઓ ઈર્યાસમિતિમાં રહેલા મુનિઓની માફક પૃથ્વીનું અવલોકન કરતા ચાલ્યા જાય છે,
વળી સેવાળથી ચીકાસવાળા ભૂતલ ઉપર ચાલતા વૃદ્ધ ગરીબ દરેક સ્થળે પડતા આખડતા લાકડીના ટેકા વડે ભિક્ષા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્દશા માત્ર વર્ષાકાળને લીધે જ થયેલી છે.