________________
વિક્રમ સંવત (૪) માં પૂર્વ દેશમાંથી વિહાર કરતા ઉદ્યતન સૂરિરાજ યાત્રા માટે આબુગિરિ ઉપર આવ્યા. ત્યાં ટેલીગામના સીમાડામાં રહેલા એક વિશાલ વડની નીચે તેઓ બેઠા અને પિતાના કુલના ઉદયને માટે ઘણું જ ઉત્તમ મુહુર્ત જાણીને તે સમયે તેમણે આઠ આચાર્યોની સ્થાપના કરી. કેટલાક કહે છે કે, એકની સ્થાપના કરી,
ત્યારથી પ્રારંભીને વૃદ્ધગણ અથવા વટગચ્છ એવી સંજ્ઞા પ્રગટ થઈ છે. વળી તે વટગચ્છમાં પ્રથમ શ્રી. સર્વદેવ મુનીદ્ર થયા છે.
તેમજ ખરતરગચ્છની સામાચારીમાં જણાવ્યું છે કે, શ્રી નેમિચંદ્રસૂરિના પટ્ટધર આ સૂરીશ્વર શત્રુંજય તીર્થની યાત્રા માટે માલવ દેશમાંથી વિહાર કરતા છતા ચોરાશી ગછના ઉત્પાદક અને પિતાના શિષ્ય થયેલા એવા આચાર્યોને વિશેષ પ્રકારની મંત્ર શક્તિ વડે સમર્થન કર્યા.
બાદ પિતાનું સ્વલ્પ આયુષ જાણીને માર્ગમાં જ અનશન કરી સ્વર્ગ સ્થાનમાં પધાર્યા.
વળી ખરતરગચ્છની પટ્ટાવલીમાં કહ્યું છે કે શ્રી સૂરિ વ્યાશી શિવેના પરિવાર સહિત યાત્રા માટે સંઘની સાથે માલવ દેશમાંથી શ્રી શંત્રુજય ગિરિરાજ ઉપર ગયા.
ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરી પાછા વળતાં રાત્રીએ સિદ્ધ વડની નીચે રહ્યા. ..