________________
૮૦
હે સ્વામિન!ચત્યમાં રહેવાથી આપણને આશાતના ટળતી નથી, માટે આ વ્યવહાર મને રૂચ નથી, એ પ્રમાણે શિષ્યનું વચન સાંભળી ગુરુએ જેમ તેમ પ્રતરણા કરી સમજાવ્યું, તો પણ આ સૂરિ પોતાની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા નહીં.
ત્યારપછી શ્રીઉદ્યોતસૂરિને શુદ્ધ ક્રિયા પાત્ર સાંભળી તેમની પાસે તે ગયા અને તેમના જ શિષ્ય થયા.
અનુક્રમે તેમની ધાર્મિક સંપત્તિઓ તેમણે ગ્રહણ કરી, બાદ શ્રીગુરૂએ ભેગાદિક ક્રિયાઓ વહન કરાવીને સર્વ સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યો. અનુક્રમે ગ્યતા જાણ તેમને આચાર્યપદ આપ્યું. * બાદ ગરછની વૃદ્ધવાદિકને લાભ જાણી ગુરૂએ તેમને ઉત્તરાખંડમાં વિહાર કરવાની આજ્ઞા આપી. પછી શ્રી વર્ધમાન આચાર્ય પણ ગુરૂની આજ્ઞા સ્વીકારી ત્યાં ગયા;
તેમજ શ્રીઉદ્યોતનસૂરિ પાટે શ્રી વર્ધમાનસૂરિ થયા, તેઓએ છ માસ સુધી આચાર્લી તપ કરી ધરણેન્દ્રની સમારાધના કરીને તેને સીમંધરસ્વામી પાસે મોકલ્યા અને સૂરિ મંત્રને શુદ્ધ કરાવ્ય, બાદ તેઓ એક દિવસ વિહાર કરતા સરસ નામે નગરમાં આવ્યા, તે અવસરે... અહીંથી આગળ સેમ બ્રાહ્મણને ઈતિહાસ પટ્ટાવલી ગ્રંથના અનુસાર આગળ ઉપર કહેવામાં આવશે તેથી અહીં લયા અનુચિત છે.