________________
સુરસુંદરી ચરિત્ર મુખમાંથી આ કુમારને આપે બચાવ કર્યો. આપને પ્રત્યુપકાર કેઈપણ રીતે અમારાથી થઈ શકે તેમ નથી, એમ કહી તે મૌન રહ્યો.
પછી ધનદેવ તેને પોતાને ઘેર લઈ ગયે અને સારી રીતે આશ્વાસન કરી ભેજન કરાવ્યું અને સારો સંગાથ મેળવી આપીને તેને પિતાના સ્થાનમાં વિદાય કર્યો. ધનદેવને મહિમા :
ધનદેવ બહુ દાની હોવાથી લક્ષ સંખ્યાત ધન આપી લેકેના ઉપર મોટા ઉપકાર કરે છે. એવી સમસ્ત વાત તે નગરની અંદર દરેક સ્થળે પ્રસરી ગઈ
આશ્ચર્યકારક વાર્તા, ઉત્તમ પ્રકારની વિદ્યા અને અપૂર્વ કસ્તુરીની સુગંધ, એ ત્રણ વસ્તુને રોકી રાખે તે. પણ, જલની અંદર તેલના બિંદુની માફક પ્રસરી જાય છે, એમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
ધનદેવ પોતાના મિત્રો સાથે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં નગરવાસી લકે પરસ્પર કહે છે.
આ ધનદેવ મહાદાની છે. લોકેના ઉપકાર માટે આર્થિકજનેની ઇચ્છા પ્રમાણે લાખ ધનનાં દાન આપે છે. ઉત્તમ પ્રકારના ભેગવિલાસ કરે છે તેમજ દરેક કલાઓમાં કુશલ છે.” ઉપાલંભ :
વળી કેટલાક લોકો પોતાના દાન આપવાના ગર્વથી ઈર્ષા લાવી કહે છે. .