________________
સુરસુંદરી ચરિત્ર
૫૫ અભ્યસ્થાન કરી ઉચિત વિનય કર્યો. પછી બહુ કિંમતી શધ્યા ઉપર પિતે આરૂઢ થયે.
ત્યારબાદ ક્ષણમાત્ર પરિહાસની વાર્તાઓ વડે પોતાની સ્ત્રી સાથે વિનોદ કરી શ્વેત અને સ્વચ્છ વસ્ત્રથી આચ્છાદિત સુકમળ શયન ઉપર તે સૂઈ ગયા. મેઘનો ચમત્કાર
રાત્રિના પ્રસંગે દિવસના શ્રમને લીધે રાજા નિદ્રા વશ થઈ ગયો. બાદ વૃષ્ટિના સમારંભની સૂચનાઓ થવા લાગી. સજલમેઘની ગંભીર ગર્જનાઓ શરૂ થઈ. જેનો નાદ દિશાઓમાં પ્રસરી ગયો. રાજા નિદ્રામાંથી જાગી ઉઠય.
અચિંત્ય ખળભળાટ જોઈ ઝરૂખાની અંદર આવી તકીએ બેસી ગયા કે, તરત જ તેના અર્ધાસન ઉપર કમળાદેવી પણ આવીને બેસી ગઈ. ત્યારબાદ હર્ષને લીધે રોમાંચિત થઈ સજા કહેવા લાગ્યા.
હે દેવી ! મારા સમાગમ વડે તું જેમ ઉલ્લાસમાન મનહર મોટા સ્તનવાળી દીપે છે, તેમ આ ઉત્તર દિશા એકદમ ઉન્નત અને મને હર મેઘથી સુશોભિત આકાશ વાળી થઈ રહી છે, તે તું જોતો ખરી !!
વળી મેઘની અંદર વારંવાર પ્રકાશ આપતી આ વીજળી તારા નેત્રોની ચંચળતા અને કેશની કુટિલતાનું અનુકરણ કરે છે, તે પણ એક જેવા જેવું છે.
વળી હે પ્રિયે! અન્ય તરફ તું દષ્ટિ કરશે આ ચારે