________________
સુરસુ દરી ચરિત્ર
હૈ તાત! આપની આજ્ઞા લઇ હું દેશાંતર જં અને બહુ ધન મેળવું, એવી હાલ મારી ઈચ્છા થઈ છે, તો આપ મને આજ્ઞા આપે. તેમજ મારા સ મનારથ પૂર્ણ થાય એવા આપ મને શુભ આશીર્વાદ આપે. વેપારની બુદ્ધિએ જ હુ` પાતે દેશાંતર જવા ઇચ્છું છું.
૩૮
ત્યારબાદ તેની માતા મેલી, હે પુત્ર! આ અવસ્થામાં પરદેશગમનની વાર્તા પણ તારે દુ:સહ છે, તા પછી અન્ય દેશમાં પ્રયાણ તા દૂર રહ્યું. વળી હે પુત્ર! તારા પિતાએ મેળવેલી લક્ષ્મી તારે ઘણી છે.
તું જીવે ત્યાં સુધી વિલાસ કરે તે પણ તે ખૂટે તેમ નથી, તેમજ હે પુત્ર! ધન મેળવવાનાં જેજે સાધને છે, તે સ તારા માટે તારા પિતાએ ચેાજના કરાવેલાં છે. હવે તારે વેપાર કરવાનું શું કારણ છે ?
ધનદેવ મેલ્યા, હું જનની ! જ્યાં સુધી પુત્ર નાના હાય છે, ત્યાં સુધી તે પેાતાની માતાના સ્તનના સ્પ કરે, તેા તે શાભાને પાત્ર ગણાય. પરંતુ માટા થયા પછી જો તે તેને અડકે તે! તે પુત્ર મહાન પાપી ગણાય છે.
તે પ્રકારે પિતાની લક્ષ્મી પણ ઉત્તમ શક્તિમાન પુત્રોને માતા સમાન ગણાય છે. વળી હે માતા ! શક્તિમાન છતાં પણ જે પુત્ર પિતાની મેળવેલી લક્ષ્મીના ઉપભાગ કરે છે, તે લેાકમાં મારી માફક ઉપહાસને લાયક થાય છે.