________________
૫૧
સુરસુંદરી ચરિત્ર સર્વ સાર્થના લોકેને ઉતારો પોતાના સ્થાનથી નજીકના ઘરોમાં આવે અને ધનદેવને પહેલી પતિ પોતાના ઘેર લઈ ગયા. ક્ષણમાત્ર તેઓને પરસ્પર વાર્તાલાપ થયો. | ભજનની તૈયારી થવા લાગી. અભંગ માટે ધનદેવને મર્દન ગૃહમાં લઈ ગયા. ત્યાં તિલાવ્યંગમાં કુશળ એવી શ્રેષ્ઠ યુવતિઓ આવી. અને સુગંધિત તલાવડે વિધિ પૂર્વક અંગમર્દન કર્યું.
બાદ માર્ગના શ્રમને હઠાવનાર એવા ઉત્તમ ઉષ્ણદકથી સ્નાન કરાવ્યું. શુદ્ધ વસ્ત્રથી અંગ લુછયા બાદ કપુર અને ઉત્તમ ચંદન વડે ચર્ચા કરી.
ત્યારબાદ સુપ્રતિષ્ઠની સાથે ઉત્તમ ભેજન કરી, અનુક્રમે મુખ પ્રક્ષાલન થયા બાદ ત્યાંથી તેઓ ઉભા થયા. પછી કપુર, ઈલાયચી, લવિંગ સહિત પાન બીડા પ્રેમપૂર્વક તેને આપ્યા. ધનદેવને વિતર્ક
પછી પિતાની બેઠકમાં બેસીને તે ધનદેવ પલ્લીપતિને કહેવા લાગે.
આ પલ્લી નિર્દય લોકેનું સ્થાન ગણાય. તેમાં આપ સજજન અને અસાધારણ દયાળુ હોવા છતાં પણ નિરંતર નિવાસ કરે છે, તેમજ આવા નિર્દય ભૂત્યનું આપ સરખાને અધિપતિપણું કરવું તે સર્વથા અનુચિત ગણાય, એમ મારું માનવું છે.