________________
૫૦
સુરસુંદરી ચરિત્ર
વળી જે ભિલોની સાથે યુદ્ધ કરતાં એને વિનાશ થયે હેત તે પુણ્ય રહિત એવા મારા પાપનું નિવારણ શી રીતે થાત ? એમ અનેક પ્રકારે પોતાની નિંદા કરીને તેણે આજ્ઞા કરી કે,
હે ભિલો ! આ સાર્થની અંદરથી તમે જે જે વસ્તુઓ લીધી હોય તે સર્વ આ ધનદેવ વણિકને સેંપી દો. આ પ્રમાણે પોતાના સ્વામીનું વચન સાંભળી તે લુંટારાઓએ તૃણુ પર્યત સર્વ વસ્તુઓ તેને સેંપી દીધી. ધનદેવનું આતિથ્ય.
પછી સાથેના આબાલવૃદ્ધ સર્વ લોકે નિર્ભયપણે આનંદથી ત્યાં એકઠા થયા. કેટલાક દૂર નાશી ગયા હતા, તેઓ પણ શાંતિ ફેલાવાથી પાછા ત્યાં આવી પહોચ્યા.
પછી સુપ્રતિષ્ઠ પલ્લી પતિ સ્નેહપૂર્વક ધનદેવને વિનતિ કરવા લાગ્યા, | હે મહાશય ! અહીંથી એક ગાઉ પર સિંહગુહા નામે મારી પલ્લી (ભિલોનું સ્થાન) છે. ત્યાં આપ સર્વે વિલંબ રહિત પધારે આજે મારા મહેમાન થાઓ અને મને કૃતાર્થ કરો.
ધનદેવ છે . ભલે આપની મરજી. એમ કહી ધનદેવ સુપ્રતિષ્ઠની સાથે ચાલે. પછી સર્વ સાર્થના લે ધનદેવની પાછળ ચાલવા લાગ્યા. સિંહગુહામાં તેઓ પહોંચી ગયા.