________________
૪૧
સુરસુંદરી ચરિત્ર લોકે બહુ ગુંચવણીમાં પડી ગયા અને મોટા શબ્દ કરવા લાગ્યા. જેમને પ્રતિધ્વની સાંભળીને એકદમ ત્રાસ પામી દરેક દિશાઓમાં પરિભ્રમણ કરતા ઘુવડને પ્રચંડ શબ્દો સંભળાવા લાગ્યા.
તેમજ બળદના કંઠમાં બાંધેલી ઘંટિકા (ટોકરી) એના નાદથી સર્વા આકાશમંડલ ભરાઈ ગયું અને બળદોની ખરીઓથી ઉખડેલી ધૂળથી ભરાઈ ગયાં છે શરીર જેમનાં એવા તે વણિક લેકે વિકટ એવા અરણ્યની અંદર ચાલ્યા જાય છે. ધારીપતન :
હવે બીજે દિવસે અનુક્રમે ચાલતાં તે લેકને કેટલોક અટવીને ભાગ ચાલ્યો ગયો. તેવામાં ત્યાં એક સરોવર આવ્યું.
વિશ્રામ માટે તે સાથે ત્યાં રોકાયો. ભારથી પીડાચેલા છે બળદો જેમના એવા તે વણિક લકે, જલ અને ઈધનાદિકને માટે ચારે તરફ ભ્રમણ કરવા લાગ્યા તેમજ સર્વ બળદ તથા મહિષ વર્ગને ચરવા માટે દરેક દિશાઓમાં છેડી મૂક્યા. લોકેએ સમયેચિત કાર્યોને પ્રારંભ કર્યો.
તેવામાં ત્યાં રહેલા પોતાના ગુપ્ત પુરુષોના કહેવાથી, ભજનકાર્યમાં વ્યગ્ર થયેલા તે સાર્થના લોકેને જાણી એકદમ તેમની ઉપર લોકેની ભીલ ધાડ આવી પડી.