________________
૪૫
સુરસુંદરી ચરિત્ર રે! રે! અધમ ! પાપીઓ! જે તમારામાં કંઈ પણ ગર્વની ચળ હોય તે તમે મારી આગળ તૈયાર થાઓ. જેથી ક્ષણ માત્રમાં હું તેને નાશ કરૂં, વળી તમારે એમ નહીં કહેવું કે, અમને કહ્યું નહીં.
આ પ્રસંગ એક વીરપુરૂષની કટીને છે. પિતાની સ્ત્રીઓએ વખાણેલા પુરુષે કંઈ પુરૂષાર્થપણાને પ્રાપ્ત થતા નથી. શૂરવીરની પરીક્ષા તે આવા પ્રસંગમાં જ થાય છે.
મિત્રોની પરીક્ષા ક્યારે થાય? જ્યારે આપત્કાળ આવે ત્યારે જ, તેમજ શૂરવીરની પરીક્ષા યુદ્ધના મેદાનમાં આવ્યા સિવાય થઈ શકતી નથી.
વળી ઉત્તમ વંશમાં જન્મેલી પ્રજાની પરીક્ષા વિનય ઉપરથી થઈ શકે છે, તેમજ સ્ત્રીની પરીક્ષા નિર્ધનના પાલવમાં પડી હોય ત્યારે થઈ શકે છે. માટે આ વખતે તમારા બળની પરીક્ષા કર્યા સિવાય હું રહેવાને નથી. ' અરે દુષ્ટો ! આ તમારા પુરૂષાતનને ધિક્કાર છે. અરે ! મહા ખેદની વાત છે કે, જેઓ પુંઠ દઈને નાસે. છે, તેમની પાછળ તમે લુંટવાની ખાતર મારવા ઉદ્યક્ત. થયા છે. તમારા જીવતરને ધિક્કાર છે, એમ બે ત્રણ વાર ધનદેવ બેલ્યો.
ત્યારબાદ સુભટને પણ ભયજનક એવા તે ધનદેવના શબ્દ સાંભળીને, રે! રે! એને પકડો? તે કોણ છે?" આ કિરાતના ધૈર્યને પણ ક્ષણમાત્રમાં નાશ કરે ? એમ. બેલતા તે ભિલો એકદમ તેની સન્મુખ વળ્યા.