________________
સુરસુંદરી ચરિત્ર
૩૫
હે ભદ્ર! આ બાળક તું મને આપીશ? જે તે બાળક તું મને આપે તે તેના બદલામાં હું તને લાખ સેનૈયા આપું, એમાં કઈ પ્રકારને સંદેહ તારે ધાર નહીં.
યેગીએ કહ્યું, નગરમાં ગયેલે બીજે યોગી અહી ન આવે ત્યાં સુધીમાં તું મને લક્ષ ધન આપે તે હું તને આ બાળક સોપી દઉં.
તે સાંભળી ધનદેવે લક્ષ મૂલ્યની વીંટી પિતાની આંગળીમાંથી કાઢીને તરત જ તેને આપી દીધી. એટલે ચગીએ જયસેનને મુક્ત કર્યો. પછી તે ગી લક્ષ મૂલ્યની વીંટી લઈ એકદમ ત્યાંથી નાસી ગયે.
ધનદેવ પણ જયસેનકુમારને લઈ દેવશર્માની પાસે આવ્યો અને કહ્યું, આ તારા કુમારને તું ગ્રહણ કર.
ત્યાર પછી દેવશર્મા બહુ ખુશ થઈ હસતે મુખે બેલ્ય,
હે પુરૂષ! સ્વામી, બંધુ અને ખરેખર મારે જીવિતદાયક પણ તું જ છે. આ કુમારને જીવિતદાન આપનાર એવા તમેએ કયું કાર્ય ન કર્યું ગણાય?
મારા સ્વામીનું જીવન પણ આપે જ અર્પણ કર્યું. કારણ કે, આ કુમાર તેમને પિતાના પ્રાણથી પણ બહુ પ્રિય છે.
પાપનિષ્ઠ અને દુષ્ટ એવા યોગરૂપી યમરાજાના