________________
૩૩
સુરસુંદરી ચરિત્ર તે પાનબીડું મેં લીધું કે તરત જ મારી બુદ્ધિ વિમૂઢ થઈ ગઈ, જેથી કુમાર સહિત હું તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે પાપિષ્ઠ દુષ્ટએ વિમાહિત કરેલો એવો હું કંઈ પણ સ્વહિત જાણવાને શક્તિમાન થયે નહીં.
તેઓની સાથે હું કેટલેક ભૂપ્રદેશ ચાલ્યો, તેટલામાં મને બહુ તૃષા લાગી. તેથી આમતેમ હું જેવા લાગે, એવામાં એક ગહન વનની ઝાડી મારી નજરે પડી.
ત્યાં હું ચાલ્યો ગયો અને અનેક પ્રકારના વૃક્ષોના ફલેથી કલુષિત થયેલું જળ મેં સારી રીતે પીધું, એટલે મારું ચિત્ત ઠેકાણે આવ્યું.
મેં વિચાર કર્યો કે, રાત્રિએ કુમારને લઈ આ પાપી. પુરૂષ પાસેથી હું નીકળી જઈશ. એમ વિચાર કરી તેઓ ન દેખે તેવી રીતે તેઓની પાછળ પાછળ હું યુક્તિપૂર્વક ચાલવા લાગ્યો.
તે સમયે સૂર્યાસ્ત થયે. રાત્રીના સમયે તે દુષ્ટ સુઈ ગયા અને પરસ્પર તેઓ વાત કરવા લાગ્યા કે, આ બાળક આપણને ઠીક મળી ગયો. એથી આપણી યક્ષિણી વિદ્યા સિદ્ધ થશે.
તુગિક નામના પર્વતમાં આપણે જઈશું અને ત્યાં આ બાળકને હોમ કરવાથી યક્ષિણ વિવા સિદ્ધ થશે કે, તરત જ આપણે ધારેલો તે નિધિ આપણને પ્રાપ્ત થશે.