________________
સુરસુંદરી ચરિત્ર પિતાના ઘેર લાવ્યું તેમજ બહુ પ્રસન્ન થઈ વસ્ત્રાદિક વૈભવ વડે તે કલાચાર્યને ઉત્તમ પ્રકારે સત્કાર કર્યો, વિદ્યાદાન એ સર્વ દાનમાં પ્રધાન ગણાય છે.
અનુક્રમે વૃદ્ધિ પામતે તે ધનદેવ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયે. જેની રૂપરેખાને કામદેવ પણ અનુસરવાને અશક્ય છે. તે કુમાર ઉત્તમ કામિનીઓને પ્રીતિદાયક થઈ પડયો. મનેરમ ઉધાન
ધનદેવ યૌવન વગેરેમાં સમાન શીલવાળા અને ઉત્તમ એવા પિતાના મિત્ર સાથે નગરમાં સર્વત્ર હંમેશાં છા પ્રમાણે ફરે છે.
એક દિવસ મિત્રોના સમુદાય સાથે ફરતા ફરતા નગરની બહાર નીકળ્યો અને મનેરમ નામે ઉદ્યાનમાં ગયા. ત્યાં બહુ શોકમાં મગ્ન થયેલ એક પુરુષ તેના જોવામાં આવ્યું.
તે પુરૂષ વાવના કાંઠા ઉપર બેઠેલા હતા અને તેની આંખમાંથી અશ્રુધારાઓ વહેતી હતી, તેનાં ગંડસ્થળ અશ્રુમય દેખાતાં હતાં.
આવી દુર્દશામાં આવી પડેલા તે દીન પુરુષને જોઈ ધનદેવનું હૃદય કરૂણામય થઈ ગયું. તરત જ તે તેની પાસે જઈને મધુર વાણીથી બે.
હે ભાઈ! તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે?