________________
. ૩૦
સુરસુંદરી ચરિત્ર તેમજ અતિશય રૂ૫ તથા સૌંદર્ય વડે દેવાંગના એના રૂપને પણ ઉપહાસ કરતી, પતિવ્રતા અને સર્વે - કાર્યોમાં કુશળ એવી મનેરમા નામે તેની ભાર્યા છે. તે પિતાના પ્રાણથી પણ તેને અધિક પ્રિય છે.
ત્રિવ–ધર્મ, અર્થ અને કામમાં સારભૂત એવા વિષયસુખને સમ્યક પ્રકારે અનુભવતાં તેઓને પિતાના કુળમાં આભૂષણસમાન એક પુત્ર ઉત્પન્ન થયો.
જન્મ કાળથી બાર દિવસ થયા એટલે, માતાપિતાએ પિતાના કુળની વિધિ પ્રમાણે ધનદેવ એવું તેનું નામ
પાડવું.
તે બાળકને લાલન પાલન કરવામાં પાંચ ધાવ માતાએ તત્પર રહે છે. અનુક્રમે તે ચંદ્રકલાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાને આનંદ આપતે તે ધનદેવ કુમાર અવસ્થાને પામ્યો.
આઠ વર્ષથી કંઈક અધિક વય થઈ, એટલે સમ્યફ પ્રકારે સકળ વિદ્યાઓના પારગામી અને સમગ્ર કલાઓના જાણકાર એવા એક કલાચાર્યની પાસે વિદ્યાભ્યાસ માટે ધનદેવને મૂક્યો.
કુમાર પણ બહુ બુદ્ધિમાન હોવાથી સ્વલ્પ કાળમાં સર્વ વિદ્યામાં પારંગત થયે અને દરેક કલાઓમાં નિપુણ થયા.
ત્યાર પછી તેના પિતાએ પૂર્ણ અભ્યાસી જાણીને તેને