________________
૩૨
સુરસુંદરી ચરિત્ર હે ભદ્ર! આવા મહાન શાકમાં તું કેમ ગુંચવાય છે? એનું કારણ તું મને જણાવ.
આ પ્રમાણે ધનદેવના પુછવાથી તે પુરૂષ બેલ્ય.
હે ભાઈ! પર દુઃખ સાંભળી જે પુરૂષ તેને પ્રતિકાર કરતું નથી, અથવા પિતે દુખિયો થતું નથી, તેની આગળ ભારે દુઃખથી પિડાયેલા પુરુષોએ પોતાના દુખનું, નિવેદન શા માટે કરવું જોઈએ? તે પણ હે સુંદર! હું મારા દુઃખની હકીક્ત પ્રગટ કરૂ છું, તે તું સાંભળ! તારું વચન હું નિષ્ફલ નહીં કરું. સિંહગુહા.
સિંહગુહા નામે એક અતિ ભયંકર પહેલી છે. તેને અધિપતિ સુપ્રતિષ્ઠ નામે પલ્લી પતિ છે. લક્ષ્મી નામે. તેની સ્ત્રી છે. જયસેન નામે તેમને એક પુત્ર છે. તે નિરંતર લોકોને બહુ આનંદ આપે છે. તે પલ્લી પતિને હું બાલ રક્ષક અનુચર છું. મારું નામ દેવશર્મા છે. હું ત્યાં અનેક પ્રકારની કીડાઓ વડે જયસેન કુમારને રમાડું છું. ચોગીને સમાગમ.
એક દિવસ હું જયસેનને લઈ ફરવા માટે બહાર નીકળે, ત્યાં આગળ ગીના વેષમાં રહેલા બે પુરૂએ. મને જે. પ્રથમ મારી સાથે કેટલીક વાતચીત કરી. પછી તેઓએ મને એક ઉત્તમ પાનબીડું આપ્યું.