________________
૩૪
સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે તે દુષ્ટોનું વચન સાંભળી હું અત્યંત ભયભીત થઈ ગયે અને તેઓ ઊંઘી ગયા એટલે જયસેનને લઈ હું ત્યાંથી નાસી ગયો.
મહા દુઃખથી હું અતિશીધ્રગતિએ નાસતે હતે. છતાં પણ તે દુષ્ટ પાપીઓ મારી પાછળ પડયા અને શોધ કરતાં મને પકડી લીધે. પછી મને બાંધીને બળદ ઉપર બેસાડીને તેઓ અહીં લાવ્યા.
આ નગરમાં આવ્યાને મને સાત દિવસ થયા. બહુ સુધા–તૃષાથી પીડાતે આજે મને એકલાને આ ઉદ્યાનમાં તેઓએ મૂક્યો.
હે ભદ્ર! મેં મારા ભારે દુઃખનું કારણ આપની સમક્ષ નિવેદન કર્યું. હવે જે કોઈ પણ પ્રકારની તમારામાં શક્તિ હોય તે તે બાળકનું તમે રક્ષણ કરો. જયસેનની મુક્તિ,
તે સાંભળી શ્રેષ્ઠિપુત્ર ધનદેવ બેલ્યો, હાલમાં તે પુરૂષો ક્યાં છે? - બાલરક્ષક દેવશર્મા બોલ્યા, કુમારને લઈ એક પુરૂષ વડની છાયામાં બેઠેલે છે અને બીજે પુરૂષ મવાદિક લેવા માટે હાલમાં જ નગરમાં ગયો છે.
એમ તેના કહેવાથી ધનદેવ તરતજ તે ગીની યાએ ગયો અને તેણે કહ્યું,