________________
“૧૪
સુરસુંદરી ચરિત્ર , જે નગરમાં પાદપ્રહાર તે રંગભૂમિમાં જ દેખાય છે. દંડ તો વ્રજપતાકામાં જ રહ્યો છે, મસ્તક છેદ તે જુવારમાં જ છે, બંધન તે કુસુમના દીટાંમાં જ છે, જેને છેદ તે શાકના ક્ષેત્રમાં જ હોય છે. પંડિતોની પરીક્ષાએમાં પાત્ર અથવા પત્રને વિભેદ રહે છે. વળી સર્વ -ગુણેના સ્થાનભૂત એવા તે નગરમાં એક ખરેખર દોષ દેખાય છે, નિર્દોષ સાધુઓ હંમેશા ગુપ્તિ (કારાગૃહમન, વચન અને કાયરૂપ )માં નિવાસ કરતા દેખાય છે. અમરકેતુ રાજા
તે નગરમાં રાજ્યકર્તા, અનેક હાથી, ઘોડા અને રનભંડાર જેની પાસમાં રહેલા છે, શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે વર્તવાથી સર્વ લોકેનાં હદયને રંજન કરતે, પિતાની બુદ્ધિના ઉદયથી સમગ્ર શત્રુ લેકેને વશ કરતા,
અનેક યાચકના મનવાંછિત અર્થને પૂર્ણ કરતે, દઢ અને પ્રબલ એવી સ્વભુજાના અતિશય પરાક્રમ વડે અખિલ ભૈરી વર્ગને પરાજીત કરતે,
શત્રુઓની સ્ત્રીઓના મુખકમલને સંકુચિત કરવામાં ચંદ્રસમાન, પ્રચંડ પ્રતાપમાં સૂર્યસમાન, સિંહની માફક - શત્રુઓના બળથી અશક્તિ, સમુદ્રની માફક બહુ ગંભીર,
ચંદ્રની માફક લોકેના મનને આનંદ આપતે, રૂપમાં કામદેવ સમાન, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન અને હમેશાં આનંદિત ચિત્તવાળે શ્રીઅમરકેતુ નામે રાજા છે.