________________
૨૫
“ જાના
મહાદેવી થશે
નશ્વર આ
સુરસુંદરી ચરિત્ર રાજા મૂર્શિત થશે, તે એનો પતિ થશે. તેમજ તે રાજાના સમગ્ર અન્તઃપુરમાં પ્રધાનપણે મહાદેવી થશે.
હે નરેશ્વર ! આ સંબંધી તમારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં, વળી હે રાજન ! આ મારું વચન આપ જરૂર સત્ય માનજે, આમાં સંકલ્પ વિકલ્પ કરવા જેવું કંઈ પણ નથી.
આ સમયે અવસર જાણી સાગર શ્રેષ્ઠી છે.
હે સુમતિ ! શ્રીકાંતા નામે મારી એક પુત્રી છે, તેને પતિ કોણ થશે ?
તે સાંભળી નેમિત્તિકે જવાબ આપ્યો કે, તમારી પુત્રીને કૃણસર્પ દંશ કરશે અને તેને જે જીવાડશે તે તમારી પુત્રીને પતિ થશે.
આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા બાદ યોગ્ય રીતે સત્કાર કરી રાજાએ તેને વિદાય કર્યો. તે સુમતિ નૈમિત્તિક પણ બહુ ખુશ થઈ પિતાના સ્થાનમાં ગયે. રાજા મંત્રીને સંવાદ.
ત્યારપછી મંત્રી બે, હે રાજન ! હાલમાં આપણું આ કામ બહુ સારૂ થયું. હવે આપણને કઈ પણ પ્રકારની ચિંતા રહી નહીં, પરંતુ તે નૈમિત્તિકના કહ્યા પ્રમાણે આપણે તેને ઉદ્યોગ કરવો જોઈએ.
આ સાંભળી રાજા બોલ્યા, અહી ચિત્રકલામાં સારો હોંશીયાર ચિત્રકાર કેણ છે?