________________
સુરસુંદરી ચરિત્ર
મતિસાગર બેલ્ટે, આપણા નગરમાં સુમતિસેન નામે કમલાવતીના ઉપાધ્યાય (શિક્ષક) છે, તેના ચિત્રસેન નામે એક પુત્ર છે, તે ચિત્રકામમાં બહુ જ કુશલ છે.
૨૬
રાજાએ કહ્યુ, એને અહી. જલી ખેલાવે, એમ આજ્ઞા થવાથી તેમણે મને ખેલાયે, એટલે તરત જ હું રાજાની પાસે આવ્યું.
।
રાજાએ બહુમાનપૂર્વક મને કહ્યું કે, કમલાવતીનુ સ્વરૂપ એક ચિત્રપટ ઉપર જલદી લખીને તું તૈયાર કર. બહુ સારૂં. આપની આજ્ઞામાં હું હાજર છું, એમ કહી ખુખજ સુંદર વર્ણા વડે તેનુ ચિત્ર બનાવીને રાજાને બતાવ્યું.
તે જોઈને રાજા બહુ ખુશી થયા. વળી તે રાજાએ મને કહ્યું કે, તું આ કામમાં બહુ પ્રવીણ છે, માટે ચિત્ર કારના વેષ ધારણ કરીને તું પાતે જ આ ચિત્રપટ લઈ સર્વ રાજાઓને મતાવ તેમજ આ ચિત્રને જોઈને જે રાજા મૂર્છિત થાય, તે રાજાનુ' નામ જલદી અહી. આવી તું મને નિવેદન કર. જેથી તે જ રાજાની સાથે આપણે આ કમલાવતી કન્યાને મેાટા ઉત્સવપૂર્વક પરણાવીએ.
આ પ્રમાણે રાજાએ મને આજ્ઞા આપી. પછી હું રાજાના ચરણકમલમાં પ્રણામ કરી, કેટલાક પરિજનસહિત કુશાગ્ર નગરમાંથી નીકળ્યા અને સુગ્રીવ, કીર્ત્તિ વન વિગેરે કેટલાક રાજાઓને આ છબી બતાવી, પરંતુ તે કાઈ પણ સ્થાને કાર્યસિદ્ધિ થઇ નહી..