________________
૨૪
સુરસુંદરી ચરિત્ર હે નરેંદ્ર! અષ્ટાંગ નિમિત્તનો જાણકાર અને ભૂત તથા ભવિષ્યના અર્થને પ્રગટ કરવામાં બહુ જ પારંગત એવો સુમતિ નામનો એક નૈમિત્તિક અહીં આવ્યા છે અને તે આપના દર્શન માટે કારમાં ઉભે છે.
આ પ્રમાણે દ્વારપાલનું વચન સાંભળી ભૂપતિએ તરત જ આજ્ઞા કરી કે, તેને જલદી અહીં મેકલે.
સ્વચ્છ અને શ્વેત વસ્ત્રોથી વિભૂષિત છે શરીર જેનું, તેમજ જેના ભાલસ્થલમાં ગોરોચનનું તિલક ટીપી રહ્યું છે, એ તે સુમતિ નૈમિત્તિક રાજાની આગળ આવી ઉભે રહ્યો અને આશીર્વાદપૂર્વક તેણે રાજાને દુર્વાક્ષત આપ્યા.
ત્યારબાદ ભૂપતિએ તેને સત્કાર કર્યો, એટલે તે નૈમિત્તિક પિતાને ઉચિત એવા આસન ઉપર બેસી ગયે.
ભૂપતિએ પિતાની પ્રતીતિ માટે ભૂતકાળ સંબંધી એક પ્રશ્ન પુછયે.
તેને પ્રત્યુત્તર જેટલામાં તે પ્રત્યક્ષની માફક સર્વ પ્રકારને યથાર્થ રીતે આપતું હતું, તેટલામાં રાજા સમજી ગયા કે, આ નિમિત્તિક યથાર્થવાદી છે, ખુશ થઈ હસતે મુખે નરવાહન રાજાએ કહ્યું,
હે સુમતિ ! આ મારી કમલાવતી બહેન અપરિણીત છે, તેને મનવાંછિત પતિ કોણ થશે ? તે તું મને કહે? સુમતિ નૈમિત્તિક વિચાર કરીને બોલ્યો
હે નરેદ્ર! ચિત્રમાં લખેલા આ રૂપને જોઈને જે