________________
સુરસુંદરી ચરિત્ર ઘનવાહનરાજા
નગરના સર્વ ગુણોથી વિરાજીત અને ધનધાન્યાદિક સમૃદ્ધિવાળા લોકે જ્યાં વસે છે, એવું કુશાગ્ર નામે અતિ સુપ્રસિદ્ધ નગર છે. તે આપથી પણ અજ્ઞાત નથી.
ત્યાં પ્રણયીજનોના મનોરથ પુરવામાં દક્ષ એવો ઘનવાહન નામે રાજા રાજ્ય કરે છે. વસંતના નામે તેની પ્રાણપ્રિયા રાણી છે. પ્રતાપમાં બહુ ઉત્કૃષ્ટ નરવાહન નામે તેઓને એક પુત્ર છે, અને બહુ રૂપવતી કમલાવતી નામે એક પુત્રી છે.
એક દિવસ ઘનવાહન રાજાએ સંસારથી વિરક્ત થઈ પિતાનું રાજ્ય નરવાહન કુમારને સેંપી દીધું અને આ કમલાવતીને તારે ગ્ય વર સાથે પરણાવવી, એમ તેને ભલામણ કરીને પોતે તીવ્ર વૈરાગ્યને લીધે સદગુરુની પાસે સંસારને ઉછેદ કરનારી એવી મુનિદીક્ષા વિધિપૂર્વક ગ્રહણ કરી.
ત્યારબાદ નરવાહન રાજા પણ શત્રુ પક્ષને વશ કરી રાજ્યપાલન કરવા લાગ્યા. કમલાવતી કન્યા પણ જનાનખાનાની અંદર સુખપૂર્વક નિવાસ કરે છે. સાગરશ્રેષ્ઠી ને વળી તેજ નગરમાં સાગર નામે શેઠ રહે છે. તે રાજાને બાલમિત્ર છે અને જેનસિદ્ધાંતમાં બહુ પ્રીતિવાળે છે. શીલગુણસંપન્ન અને અત્યંત પ્રિય એવી શ્રીમતી