________________
સુરસુંદરી ચરિત્ર
૨૧ નામે તેની સ્ત્રી છે. શ્રીદત્ત નામે એક પુત્ર અને શ્રીકાંતા એક પુત્રી છે.
શ્રેષ્ઠિ પુત્રી શ્રીકાંતા હમેશાં રાજકન્યા કમલાવતોની પાસે જાય છે, તેથી તેઓ બંનેની પરસ્પર ગાઢ પ્રીતિ થઈ તે બને કન્યાઓએ બાલ્યાવસ્થામાં જ સમગ્ર કલાઓમાં કુશલ એવા સુમિત્રસેન ઉપાધ્યાયની પાસે કન્યાને ચગ્ય સમગ્ર કલાએ ગ્રહણ કરી.
કમલાવતીની સાથે ચિત્રાદિક અનેક પ્રકારની કીડાઓ કરી શ્રીકાંતા અકાલ સમયની પણ નહીં દરકાર કરતી પોતાના ઘેર જાય છે. શ્રીકાંતાની સાથે સ્નેહમાં ગાઢ પ્રીતિવાળી થયેલી તેમજ નાના પ્રકારની કીડા ખેલવામાં આસક્ત ચિત્તવાળી તે રાજકન્યાનો કેટલોક સમય વ્યતીત થયે.
અનુક્રમે બીજના ચંદ્રની જેમ પ્રતિદિવસ વૃદ્ધિ પામતી, દેને પણ અતિ પ્રાર્થનીય એવા રૂપવાળી તે બંને કન્યાએ કામદેવના અંગારના નિવાસભૂત એવા નવીન યૌવનને પામેલી બહુ શોભવા લાગી.
એક દિવસ રાજા મનિસાગર શ્રેષ્ઠી સહિત સભામંડપમાં બેઠો હતો. તે સમયે પોતાની સખીઓ સહિત કમલાવતી સર્વાગે આભૂષણ ધારણ કરી કંદુક (દવા)ની કીડા કરતી ત્યાં આવી.
રાજાએ પોતાની બહેનને પ્રીતિપૂર્વક પોતાના ખોળામાં