________________
સુરસુંદરી ચરિત્ર
૧૭ તે જોઈ રાજા પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ ચિત્રકાર ખરેખર ચિત્રકલામાં બહુ કુશળ છે. કારણ કે આવું અપૂર્વરૂપ તેણે લખેલું છે.
ત્રણ લોકમાં પણ આવા સ્વરૂપવાળી સ્ત્રી હોય નહીં એ વાત નકકી છે, એવું મારું મંતવ્ય છે. પરંતુ પોતાની નિપુણતાને લીધે અદષ્ટ રૂપવતી એવી આ સ્ત્રી તેણે ચિતરેલી છે.
આવી દીવ્યકાંતિવાળી કન્યા કદાચિત હોય પણ ખરી અને જે હોય તે તેના સમાગમ વિના આ સમગ્ર મારું રાજ્ય પણ કૃતાર્થ ગણાય નહીં.
એમ વિચાર કરતાં રાજા તત્કાલ કામદેવના બાણને સ્વાધીન થઈ ગયે. પોતાનું આત્મભાન પણ ભૂલી ગયો. કેવળ ચિત્રમાં જ તેનું ચિત્ત દોરાઈ ગયું. નૃપમૂચ્છ. "
ક્ષણ માત્રમાં તે વિચારમૂઢ બની ગયા. નેત્ર મીચાઈ ગયાં. જોતજોતામાં તે અમરકેતુ રાજા સિંહાસન ઉપરથી મૂર્શિત થઈ નીચે ગબડી પડયો.
સભાની અંદર હાહાકાર થઈ રહ્યો. સર્વ સભ્યજને આકંદ કરતા ઉભા થયા. કેટલાક લોકે વીંઝણું લઈ પવન નાખવા લાગ્યા. કેટલાક ઠંડા પાણીથી અંગોપાંગ સિંચવા લાગ્યા.
કેટલાક મુખની અંદર શીવ્રતાએ કપુર નાખે છે. તેમજ કેટલાક અંગ મર્દન કરે છે, એમ અનેક પ્રકારના