________________
સુરસુંદરી ચરિત્ર ચિત્રસેન બોલ્યા, હે નરદેવ ! કુશાગ્રનગરથી હું આવ્યો છું. વિશેષે કરી હું ચિત્રનું કામ બહુ સારી રીતે જાણું છું. ચિત્રકામાં હું પ્રથમ અને અગ્રગણ્ય છું. હે દેવ ! આપને ચિત્રકલા બહુ પ્રિય છે, એમ સાંભળી હું આપની પાસે ચિત્રકલા પ્રગટ કરવા માટે આવ્યો છું. - તે સાંભળી ખુશ થઈ રાજાએ કહ્યું, તારી ચિત્રકલા તું પ્રગટ કર! તે સંબંધી તારું કુશળપણું કેવું છે? તે પ્રત્યક્ષ જોયા વિના અમને કેમ માલુમ પડે? માટે જે તારી પાસે આલેખેલું કેઈ પણ ઉત્તમ ચિત્ર તૈયાર હોય તો તે અમને બતાવ. ચિત્ર પ્રદર્શન
ચિત્રસેને પિતાના પાર્શ્વભાગમાં ગોપવી રાખેલી અપૂર્વ એક ચિત્ર પટ્ટિકા એકદમ ખુલ્લી કરી રાજાની આગળ બહુ ખુશ થઈ મૂકી દીધી.
તે જોઈ રાજા એકદમ રોમાંચિત થઈ ગયો અને તે પટ્ટ ઉપર લખેલા અનેક પ્રકારના વર્ણથી વિરાજીત, સપ્રમાણ રેખાઓથી વિશુદ્ધ, અભિનવ યૌવનકલાને પ્રાપ્ત.
ઉત્તમ સ્વરૂપ વડે સુશોભિત, અત્યંત મને હસ આકૃતિનું મુખ્યસ્થાન અને નૂતન સ્તનેને સમારંભ જેમાં ખીલી રહ્યો છે એવા અપૂર્વ કન્યાના સ્વરૂપને એક દષ્ટિએ જેવા લાગ્યા.