________________
૧eo
બાદ યોગો દ્વહન કરાવીને તેમને સિદ્ધાંતના પારગામી કર્યા. શિવદાસનું જિનેશ્વરસૂરિ એવું નામ આપ્યું.
એક દિવસ શ્રીજિનેશ્વર મુનિએ પોતાના ગુરુને કહ્યું.
હે સ્વામિન્ ! જો ગુર્જર દેશમાં જવાય તે બહુ ભારે ધમની ઉન્નતિ થાય.
ગુરુ બોલ્યા, ગુર્જર દેશમાં આચારહીન એવા અસંયમી ચિત્યવાસીઓને બહુ પ્રચાર છે અને તેઓ ઉપદ્ર કરે છે, તેથી ત્યાં જઈ શકાતું નથી.
ફરીથી જિનેશ્વરમુનિએ કહ્યું, હે સ્વામિન્ ! ચૂકા(જુ) ના ભયથી શું વસ્ત્રનો ત્યાગ કરવો ઉચિત છે? માટે મને
અને બુદ્ધિસાગર આચાર્યને ત્યાં જવા માટે આપ આજ્ઞા - આપો.
બાદ ગુરુશ્રીએ પણ તેમનું વચન સાંભળી બંનેને આચાર્ય પદવી આપીને ગુર્જરદેશમાં વિહાર માટે આજ્ઞા આપી. • ગુરુનું વચન અંગીકાર કરી તે બંને આચાર્યો પણ ગુર્જરદેશમાં વિહાર કરવા લાગ્યા. તેમજ ગુરૂશ્રીએ કલ્યાણમતી સાધવીને પ્રવર્તિની પદે રથાપન કરી. - હવે શ્રી વર્ધમાનસૂરિની પાટે ચાળીશમા શ્રી જિનેશ્વરસૂરિ થયા. વળી તે સૂરિ, બુદ્ધિસાગર આચાર્યની સાથે મરૂદેશમાંથી વિહાર કરતા અનુક્રમે ગુજરદેશમાં પાટણ નગરની અંદર આવ્યા.