________________
સુરસુંદરી ચરિત્ર છે. વળી રાગદ્વેષમાં પ્રવૃત્ત થયેલા પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે, તે માટે તેઓને જય કરવામાં જ વિબુધ જનેએ ઉદ્યમ કરવો.
રાગદ્વેષાદિક આંતરિક શત્રુઓનો નાશ કરવામાં તત્પર, શબ્દાર્થ વડે સુંદર એ શ્રી સુરસુંદરી કથાપ્રબંધ પ્રાકૃત ગાથાઓમાં રચેલ છે.
તેનું ગુર્જર ભાષામાં વિવેચન કરવામાં આવે છે. બુદ્ધિહીન પુરુષોને બોધ મળે અને બુદ્ધિમાન લોકેનું ચિત્ત રંજન થાય, એ બને એક સાથે કરવા માટે કવિએથી શક્તિમાન થવાતું નથી.
અલંકારસહિત યમક ઝમકવાળી વર્ણ ઘટનાથી વિબુધજને પ્રસન્ન થાય છે, તેમજ સ્પષ્ટ અને સુંદર અર્થવાળું કાવ્ય અબુધ લોકોને બેધદાયક થાય છે, જેથી તેઓ બન્નેને એક સાથે રંજન કરવા માટે શક્તિમાન થવાતું નથી. કારણ કે એક પક્ષને ગ્રહણ કરતાં બીજો પક્ષ અવશ્ય નષ્ટ થાય છે.
જો કે પોતાના ગુરુશ્રીના ચરણકમળના પ્રસાદથી ઉપમા, શ્લેષ, રૂપક અને વર્ણઘટનાથી સુંદર કાવ્યો. રચવામાં મારી અપૂર્વશક્તિ છે, પરંતુ આ પ્રસ્તુત કાવ્યમાં તેવું અલંકારાદિથી મિશ્રિત વર્ણન કરવામાં આવશે નહીં. માત્ર બાલજીના સુબેધ માટે સ્પષ્ટાર્થવાળી કથા કહેવામાં આવે છે.