________________
11
-
-
-
-
-
-
-
વિહાર
કરે
અમિ
સુરસુંદરી ચરિત્ર દષ્ટિગોચર થાય છે કે શ્રોત્ર (કાન-શાક) રહિત છતા પણ સર્વ લોકે લૌકિક વાર્તાઓને સાંભળે છે.
વળી જે દેશમાં ગામ વૃદ્ધા–ગામમાં મેટા પુરૂષ અથવા મોટાં ગામો કર રહિત-હાથ વિનાના છે, એ આશ્ચર્ય છે. પરિહારમાં કર એટલે વેરો-(રાજગ્રાહ્ય ભાગ) દેનારા નથી. તેમજ ધર્મવર્જિત મુનિઓ એ આશ્ચર્ય– પરિહારમાં ધમ્મ-ધનુષ રહિત મુનિવરો ધર્મારાધન કરે છે. એવા તે અપૂર્વ દેશનું વર્ણન કરવા કે બુદ્ધિમાન પુરૂષ શક્તિમાન થાય ? હસ્તિનાપુર
તે દેશની અંદર અન્ય પુરૂષોએ નહીં ઉલ્લંઘન કરવા લાયક, તેમજ ચારેતરફ મગરના સંચારથી વ્યાકુલ, તથા વિસ્તીર્ણ સમુદ્ર સમાન અગાધ એવી ખાઈથી પરિવેષ્ટિત, શત્રુઓને ભયજનક એવા વિશાલ કિલ્લાની શોભાને લીધે અતિ મનોહર.
સુંદર અને મગરની આકૃતિ સમાન તરણેથી વ્યાપ્ત એવા દરવાજાઓ વડે સુશોભિત, જેમના પ્રાંત ભાગો અતિશય નીલ અને બહુ વિસ્તારવાળા અનેક ઉપવનને લીધે અદ્દભુત દેખાવ આપી રહ્યા છે.
ઝરૂખા, બારીઓ, અગાસીઓ અને વિચિત્ર ચિત્રથી વિરાજીત વિવિધ પ્રકારના મણિઓથી નિબદ્ધ ભૂમિતલ છે જેમનાં અને તુષાર–હિમસમાન ઉજ્વલ, જાણે તે.