________________
સુરસુંદરી ચરિત્ર મહત્તરા–મેટી, પિતાના ગુરુની બહેન તેમજ અલંઘનીય છે વચન જેનું એવાં શ્રી કલ્યાણુમતિ શ્રી નામે પ્રવત્તિનીને કહેવાથી આ કથાને પ્રારંભ કર્યો છે. પરંતુ મેં કવિત્વના ગર્વથી આ પ્રબંધ ર નથી.
તે માટે ઉત્કૃષ્ટ અર્થથી સુશોભિત અને સુંદર પદ્યમય આ પ્રબંધ પ્રાકૃત ગાથાઓ વડે વર્ણન કરાય છે.
અહીં સુંદર કુલ બાલિકાના કટાક્ષ વિક્ષેપની માફક પ્રસ્તુત કાર્યમાં વિન કરનાર વૃથા બહુ કહેવાનું કઈ પણ પ્રયેાજન નથી.
હે સજજને ! આપ સર્વે હાલમાં એકાગ્ર મનવાળા થઈને શ્રવણ કરો.
ઊર્ધ્વ લેક અને અધલકની મધ્યમાં રહેલો, બહુ વિસ્તારવાળા, વિબુધ (પંડિત–દેવ)થી ભરપુર સુમેરૂ પર્વતની માફક તિર્યલોક રહે છે.
તિર્યશ્લોકની મધ્યમાં એક લાખ જન વિસ્તૃત સર્વત્ર ચારે તરફ સમુદ્રથી વેષ્ટિત અને સુપ્રસિદ્ધ જબૂદ્વીપ નામે દ્વીપ છે.
તેના દક્ષિણ ભાગમાં સર્વ પ્રકારની ઋદ્ધિઓથી પરિપૂર્ણ ભરતનામે ઉત્તમ ક્ષેત્ર છે. તેના મધ્યભાગમાં વૈતાઢય પર્વત હોવાથી અતિ વિશાળ દક્ષિણ અને ઉત્તર એવા બે વિભાગ થયા છે.