________________
સુરસુંદરી ચરિત્ર સજજન સ્તુતિ
સજજન પુરૂ વિના પ્રાર્થનાએ પણ કવિઓએ રચેલા કાવ્યમાંથી ગુણને પ્રકાશ કરે છે. જેમ પિતાના સ્વભાવથી જ ચંદ્ર સમગ્ર જગતને ઉજજવલ કરે છે.
સજજન પુરૂષ કેઈપણ સમયે નિંદા કરનાર એવા દુર્જનના પણ દોષને ગ્રહણ કરતા નથી. જેમ કુહાડીથી દવા છતાં પણ ચંદન વૃક્ષ તે કુહાડીને સુગંધિત કરે છે.
વિરૂદ્ધાર્થ વાળું કાવ્ય પણ સજજનના સંગમાં આવે તે ઉત્તમ ગુણકારી થાય છે. કારણ કે છીપલીના સંપુટમાં પડેલા જળનું પણ મેતી બને છે.
હંમેશાં સજજનો પ્રાર્થનાને લાયક હોય છે. તેથી તેઓની અહીં પ્રાર્થના કરીએ છીએ કે, એકાગ્ર મન કરી સુંદર એવા આ ચરિત્રને તમે શ્રવણ કરો. ધર્મ પ્રવૃત્તિ ઉપદેશ
ચોરાશી લાખ જીવનિથી ભરેલા, અપાર અને ઘેર એવા આ સંસારમાં, અતિદુર્લભ એવો મનુષ્ય ભવ પામીને ભવ્ય લોકેએ દેવેંદ્ર, ચંદ્ર, નાગેંદ્ર અને નરેદ્રોના સમૂહથી વંદાયેલા એવા શ્રીનિંદ્ર ભગવાને કહેલા શુદ્ધધર્મમાં ઉદ્યક્ત થવું એ ઉચિત છે - તે શુદ્ધધર્મ આંતરિક શત્રઓનો વિજય કરવાથી સિદ્ધ થાય છે. તેમજ રાગદ્વેષને અંતર શત્રુ જાણવા અને તેઓને જય કરવાથી પ્રાણીઓને અવશ્ય સુખ પ્રાપ્ત થાય છે, તેમજ તેમના વશ થવાથી અવશ્ય દુખ થાય