________________
સુરસુંદરી ચરિત્ર કરદેશ,
તે દક્ષિણાઈ ભરતમાં ગંગા અને સિંધુ નદીના મધ્ય ભાગમાં રહેલો, સર્વ વૃક્ષોમાં ક૯૫ વૃક્ષની જેમ સર્વ દેશમાં પ્રધાનપદને પામેલે, ધાન્યના ગુણઓના. ભારથી પીડાતા રાસના શબ્દોથી જેના દિંગત ભાગ ઘનઘોર થયા છે.
તેમજ ઘેટાં, ઊંટ, મહિષ, રાસભ અને નાના. પ્રકારના ગેધનાદિકથી સંપૂર્ણ શોભાને આપતે તેમજ નિરંતર વહેતા એવા અનેક જળપ્રવાહોના વિસ્તારને લીધે મનહર ઉદ્યાનેથી સુશોભિત એવાં પુર, નગર અને ગામે જ્યાં અનેક પ્રકારે વિલસી રહ્યાં છે, તેમજ અનેક સંપદાઓ વડે સમૃદ્ધિવાળા સર્વ લોકે વિરાજે છે, તેમજ હમેશાં પ્રમુદિત છે કે જેને વિષે, તેમજ અનેક પ્રકારના ઉત્સવે જ્યાં નિત્ય પ્રવત્તિ રહ્યા છે અને ભય (સિંહાદિજન્ય) તેમજ ડમર-વિધુતપાત અને ઉપદ્રવ વિગેરેથી રહિત છે ગામ જેને વિષે એ કુરનામે. ઉત્તમ દેશ છે.
જે દેશના સર્વ માર્ગો નિરંતર ગમનાગમન કરતા વણિકજનેના સમૂહ વડે સદૈવ વસ્તિવાળા રહે છે.
તેમજ દરેક રસ્તાઓમાં ચાલતા મનુષ્યોને વન પ્રદેશ કે વસ્તિમાં કંઈ વિશેષપણું દેખાતું નથી, તેમજ સર્વગુણેના સ્થાનભૂત એવા તે દેશમાં એક આશ્ચર્ય