________________
સુરસુંદરી ચરિત્ર પાશથી મુક્ત થયેલા એવા સર્વ મુનિરાજોને હું શિરસા વંદન કરું છું. સરસ્વતી સ્તુતિ
જેણીના ચરણકમલને પામીને અજ્ઞાની પ્રાણીઓ પણ ઉત્તમ જ્ઞાનને પામે છે, તે શ્રી સરસ્વતી દેવી જયકારિણી વર્તે છે.
જેમની કૃપા વડે જડબુદ્ધિવાળે એ પણ હું આ ચરિત્ર વર્ણન કરવામાં આનંદપૂર્વક પ્રવૃત્ત થઈશ, તેવા સદગુરુને વિશેષ કરી હું વંદન કરું છું. અભિધેય નિર્દેશ
પૂર્વોક્ત પૂજાના પ્રણામ વડે નાશ થયો છે સમસ્ત વિદ્મ સમૂહ જેને એ હું, હવે સંવેગરસ ઉત્પન્ન કરનારી એવી સુરસુંદરી કથાને પ્રારંભ કરું છું. ઔચિત્ય
અહીં ખલપુરુષની પ્રાર્થના કરવી પ્રથમ ઉચિત છે, કારણ કે બિલાડીથી ઉંદરની માફક ખલપુરુષથી કવિ લોકે ભય પામે છે. અર્થાત્ તેઓ ડરતા રહે છે.
અથવા સેંકડો પ્રાર્થનાઓ કરવા છતાં પણ સ્વભાવથી જ પરકીય દોષ ગ્રહણ કરવામાં ઉસુક મનવાળા એવા ખલપુરુષનું ખલપણું દૂર થતું નથી.
પારકાનાં છિદ્ર (દષ=બિલ) ને શોધનાર, દ્વિજીહ (દ્વિધા બાલનાર–એ જીહા વાળો) ખલપુરુષ સર્ષની માફક