________________
સુરસુંદરી ચરિત્ર છે એવો શ્રીનિંદ્ર ભગવાનના વિશુદ્ધ ચરણનખને સમૂહ ગર્વિષ્ઠ થઈ કેવલજ્ઞાનની સ્પર્ધાને ધારણ કરે છે.
વંદનના સમયે જે જિદ્ર ભગવાનના નિર્મલ એવા - ચરણનામાં પડ્યાં છે પ્રતિબિંબ જેમનાં એવા દે. પોતાના અગીયાર ગુણ-સ્વરૂપને પામી બહુ ખુશ થાય છે.
- જેમના ચરણકમલમાં અનેક દેવેન્દ્ર અને નરેન્દ્રોના. સમૂહો મસ્તક નમાવી રહ્યા છે તેમજ મોક્ષગતિને પ્રાપ્ત થયેલા એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને હું વંદન કરું છું.
દુખે જીતી શકાય એવા કામદેવરૂપ હાથીને વિદારવામાં ઉત્તમ સિંહ સમાન અને શાશ્વત શિવસુખના વિલાસી એવા શ્રીસિદ્ધ ભગવાનને મસ્તક વડે હું નમસકાર કરું છું. ગુરુ વંદન
દુઃખે કરી નાશ કરવા લાયક અજ્ઞાનરૂપી અંધકારને ઉરછેદ કરવામાં ગંભીર એવા શ્રીસિદ્ધતિના ઉપદેશક, ધીરવૃત્તિ વાળા અને પાંચ પ્રકારના આચાર પાળવામાં તત્પર એવા શ્રીઆચાર્ય મહારાજને મસ્તક વડે હું વંદન કરું છું.
વિષયસુખમાં પિપાસારહિત, સંસારને નિર્મૂલ કરવામાં તત્પર અને સૂત્રાર્થમાં વિશબુદ્ધિવાળા એવા શ્રી ઉપાધ્યાય મહારાજને નિરંતર હું વંદન કરું છું.
દુઃખથી વહન કરી શકાય એવા પંચમહાવ્રતરૂપ પર્વતને વહન કરવામાં મહાન સમર્થ અને ગૃહવાસરૂપ