________________
१०२
બહુ જ ભીંજાયેલા છે અને આપણે તે શિથિલ તેમજ આચારહીન છીએ. માટે કઈ પ્રકારે એમને આ નગરમાંથી વિદાય કરવા જોઈએ. અન્યથા આપણી બહુ નિંદા થશે.
એમ વિચાર કરી કેટલાક ચિચેવાસી એકઠા થઈ દુર્લભરાજની પાસે ગયા અને તેમણે કહ્યું.
" મહારાજ! આપના આ નગરમાં દિલ્હીથી ચાર લોકો આવેલા છે અને તેઓ આપના પુરોહિતને ત્યાં રહેલા છે.
એ પ્રમાણે તેમનું વચન સાંભળી રાજાએ પુરોહિતને લાવીને પૂછ્યું. તમારે ત્યાં ચાર આવ્યા છે, એમ અમારા સાંભળવામાં આવ્યું છે.
પુરોહિતે કહ્યું હે રાજન્ ! મારે ત્યાં તે શુદ્ધ આચારવાળા સન્માર્ગ સંચારી મુનીશ્વરો આવેલા છે. ચાર તે નથી આવ્યા. પરંતુ જે કંઈપણ તેમને ચાર કહેતા હોય તેઓ જ ચાર હશે.
પુરોહિતનું વચન સાંભળી રાજાએ તેમને આચાર જોવા માટે શ્રીજિનેશ્વરસૂરિને પિતાની પાસે બેલાવ્યા.
ગુરૂમહારાજ ત્યાં પધાર્યા. સભાની અંદર પાથરેલા આસ્તરણને દૂર કરી રહરણ (ઘા) વડે ભૂમિને શુદ્ધ કરી ઈર્યા પથિકી કર્યા પછી પોતાની કંબલ પાથરીને તેઓ બેડા. | સદગુરૂને આચાર જોઈને રાજાના હૃદયમાં બહુ આનંદ થયો અને તેણે કહ્યું કે, સન્માધારક મુનિએ આવા જ હોય છે.