________________
. ૧૯ નિર્માણ સમય અને તે કયા સ્થાનમાં ર વગેરે હકીકત. એક ક્લોથી જણાવેલી છે. જેમ કે"तेसिं सीसवरो धणेसरमुणी एयं कहं पायडं,
चड्डावल्लिपुरीठिी सगुरुणा आणाए पाढंतरा। कासी विक्कमवच्छरम्मि य गए बाणंकसुन्नोडुपे, मासे भद्दवए गुरुम्मि कसिणे वीया धणिहादिणे
૨૪ શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગર સૂરીશ્વરના શિષ્ય ર્ય શ્રીમદ્દ ધનેશ્વરમુનિએ પોતાના ગુરૂશ્રીની આજ્ઞાથી થાવદ્વિપુરીમાં રહીને વિક્રમ સંવત્ ૧૦૫ ની સાલમાં ભાદ્રપદ કૃષ્ણદ્વિતીયા ગુરૂવાર અને નિષ્ઠા નક્ષત્રના દિવસે પાઠાંતરરૂપ આ સુરસુંદરી કથા સ્પષ્ટ ભાવાર્થમાં નિર્માણ. કરી છે. - આ ઉપરથી ગ્રંથકર્તાને વિદ્યમાન સમયને નિર્ણય થઈ આવે છે, હવે તે સંબંધી કહેવાનું કંઈ બાકી. રહેતું નથી.
વળી આ સિવાય ગ્રંથકર્તાનું જીવનવૃત્તાંત તથા. જન્મસ્થલાદિક કિંવા પોતે રચેલા અન્ય ગ્રંથના નિર્ણય સંબંધી પ્રાચીન અન્ય ગ્રંથકારની માફક આ ગ્રંથકારે પણ કેઈ ઠેકાણે ઉલેખ આપ્યો નથી. તેમજ તેમના સમાનકાલિક અથવા પાશ્ચાત્ય કોઈપણ વિદ્વાને તેની શોધ. કરી તે બાબત જણાવી નથી.