________________
-
૧૧૨
સુરસુરીનામg, જહાણ પરમ પરિબો . આ પ્રમાણે કથાને નિર્દેશ કરેલો છે.
વળી આ ગ્રંથકર્તાએ સામાન્ય વિશેષને ભેદ છેડી દઈને અહી કથા વ્યપદેશ કરેલ છે, તે ઉચિત છે.
તેમજ આ પદ્યબંધ ગ્રંથમાં સેળ પરિછેદ આપેલા છે અને દરેક પરિચ્છેદમાં અઢીસે ગાથાઓ રહેલી છે. માત્ર છેવટના સેળમા પરિચછેદમાં એક ગાથા વધારે અપવાદ તરીકે આપેલી છે.
દરેક પરિચ્છેદમાં સમાન ગાથાઓ રાખી છે. તેવા વક્તવ્યને ઉદ્દેશ નહોતે કે સર્વત્ર સરખી ગાથાઓ જ રાખવી, પરંતુ સ્વાભાવિક આ પ્રમાણે પ્રબંધ રચવામાં આવ્યો છે.
વળી આ સંપૂર્ણ ગ્રંથ આર્યાછંદથી રચવામાં આવ્યા છે. માત્ર દરેક પરિચ્છેદના અંતમાં ભિન્ન ભિન્ન વૃત્ત આપવામાં આવ્યાં છે. તેમજ કઈ કઈ સ્થળે પરિછેદની અંદર પણ વિશેષ વર્ણની અપેક્ષાએ ભિન્ન વૃત્તને વ્યવહાર કર્યો છે.
નિયમિત ગાથાઓથી વર્ણન કરતા આ કવિની કવિત્ર શક્તિ કેટલી છે? કે–વિસ્તારથી વર્ણન કરવા લાયક વસ્તુને કેઈ ઠેકાણે સંક્ષેપ કર્યો નથી. તેમજ સંક્ષેપથી વર્ણન કરવા લાયક વસ્તુને વિસ્તાર પણ કર્યો નથી.
કાવ્યને જીવન આપનાર રસને કેઈ સ્થલે અપકર્ષ પણ કર્યો નથી. '